કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ક્રિકેટ સટ્ટા/ વરલી સામે પોલીસ કાર્યવાહી

વાંકાનેરમાં ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા બે શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે. બીજી પોલીસ ફરિયાદ વરલી અંગે દાખલ થઇ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ અંગે પોલીસ ખાતાને બાતમી મળેલ કે જીનપરા જીનપરા રોડ બાલા હનુમાન મંદિર સામે જુગાર રમાડે છે, આથી પોલીસ ખાતાએ ત્યાં દરબારગઢ રોડ પ્લે હાઉસ પાસે રહેતા જીગ્નેશભાઈ ઉર્ફે પેપો અશ્વિનભાઈ વીંછીને જુગારધારા કલમ ૧૨ મુજબ પકડેલ અને

ઠક્કર શેરીમાં રહેતા કલ્પેશ બાબુલાલ મહેતાના મોબાઇલ ફોન ઉપર વાત ચીત કરી TATA IPL ટી-20 માં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડવાના ગુન્હા સબબ બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ.૨૭૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧૦૦૦૦/ મળી કુલ રૂ.૧૨૭૦૦/- ના મુદામાલ સાથે

ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરેલ છે. બીજી પોલીસ ફરિયાદ મિલ પ્લોટ ડબલ ચાલીમાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઇ કૂણપરા સામે

થઇ છે, જેમાં થયેલ અરજીના આધારે આરોપીના ઘરે પોલીસ ખાતાએ રેઈડ કરતા વર્લી ફીચરના આંકડા “કલ્યાણ ઓપ” લખેલ મળી આવતા રોકડા રૂ.૨૩૦/-  તથા મોબાઈલ કી.રૂ.૫૦૦૦/- ગણી કબ્જે કરેલ છે અને કાયદેસર કાર્યવાહી કરેલ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!