જી. પં ચેરમેનના પુત્રની વાડી સહિત શક્તિપરા, ભલગામ અને સરતાનપર માટેલ રોડ પર દરોડા
વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના દીકરાની વાડીએ પોલીસે દારૂની રેડ કરતા દારૂની 36 બોટલ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2400 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 18300 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં દારૂની બોટલો તે જેની પાસેથી લાવ્યો હતો તે સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના શખ્સનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વીરપર ગામ નજીક એડોરેસન સિરામિક સામે ખીમીવાડો સીમમાં મોરબી જિલ્લા પંચાયતની બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈના દીકરા અજય વાઘજીભાઈ ડાંગરોચાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં તથા બાજુમાં ખરાબામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 13500 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને વાડીની બાજુમાં આવેલ ખરાબમાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2400 લીટર આથો મળી આવ્યો હતો
જેથી કરીને પોલીસે 4800 ની કિંમતનો આથો કુલ મળીને 18300 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે અજય વાઘજીભાઈ ડાંગરોચા કોળી (30) રહે. વીરપર (માટેલ) વાળાની ધરપકડ કરેલ છે. તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના બળુભા જીલુભા ઝાલા પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી તેની સામે પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આરોપી વાહીદભાઈ મામદભાઈ કટીયા શકિતપરા (હશનપર) ઝાપા પાસે રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી મળી આવી હતી.આરોપી મુકેશભાઇ રધુભાઇ ભાલીયા વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમા તુલસી હોટેલની પાછળ રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વધુ એક બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ પર આરોપી વીજયભાઇ ધીરૂભાઇ ગઢાદરા રૂપિયા ૪,૮૦૦ની કિંમતની વિદેશી દારૂની ૮ નંગ બોટલ વેચાણ કરવાના ઇરાદે સાથે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે પ્રોહી.કલમ.૬૫(એ)(એ),૧૧૬(બી)મુજબ ગુનો નોંધી તમામ મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે સરતાનપર-માટેલ રોડ પર જ બાફીટ સીરામીક સામે રોડ પર આરોપી સંજય બળદેવભાઇ મેણીયા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની રૂપિયા ૭,૮૭૫ની કિંમતની કુલ ૧૫ બોટલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તમામ મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
