વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામમાં ખુલ્લા પટમાં જુગાર રમતા 6 જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ લીંબાળા ગામમાં ખુલ્લા પટમાં જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રોકડા રૂ.૫૪૦/સાથે મળી આવતા 
ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) રમેશ વરવાભાઇ કાંટોડીયા (ઉ.22) (2) રણછોડ રાઘવભાઇ કાટોડીયા (ઉ.18) (3) ગડા ગીધાભાઈ અબાણીયા (ઉ.25) (4) નવઘણ જીવાભાઇ કાંટોડીયા
(ઉ. 25) (5) કેવલ દીપાભાઇ કાંટોડીયા (ઉ.19) અને (6) વીશાલ સેલાભાઇ કાંટોડીયા (ઉ.20) રહે. બધા લીંબાળા તા: વાંકાનેર