રોકડા રૂ. ૧૩, ૬૭૦/- કબ્જે
વાંકાનેર: તાલુકાના વાંકીયા-૩ માં પોલીસ ખાતાએ પાંચ મોમીનોને જુગાર રમતા પકડયા છે….
જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે તાલુકાના વાંકીયા-૩માં મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અજવાળે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી
તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૩, ૬૭૦/- સાથે પોલીસ ખાતાએ પકડેલ છે. આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) હનીફભાઈ હુશેનભાઈ બાવરા (ઉ.વ.44) (2) ગુલામમુસ્તુફાભાઈ ઈસ્માઈલભાઈ માથકીયા (ઉ.વ.40) (3) ઈનાયતભાઈ અબ્દુલભાઈ શેરસીયા (ઉ.વ.38) (4) ઈસ્માઈલભાઈ રહીમભાઈ શેરસીયા (ઉ.વ.43)
અને (5) યુનુશભાઈ મામદભાઈ શેરસીયા (ઉ.વ.50) રહેવાશી બધા વાંકિયા…
આરોપીઓ સામે ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે. કાર્યવાહી પોલીસ કોન્સ વાંકાનેર સીટી પો.સ્ટે. તાહજુદ્દીનભાઈ મહમદભાઈ શેરસીયા, પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા, પો.કોન્સ.ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા તથા દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી…