ઢુવા ખાતે તાળા ફંફોળતો વધુ એક પકડાયો
વાંકાનેર: અહીંના નવાપરા પંચાસર રોડ હનુમાનના મંદિર પાસે જુગાર રમતા પાંચ જણાને પોલીસે પકડેલ છે અને ઢુવા ખાતે તાળા ફંફોળતો વધુ એક શખ્સ પકડાયો છે…
જાણવા મળ્યા મુજબ નવાપરા પંચાસર રોડ હનુમાનના મંદિર પાસે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૦૬૩૦ /- ના મુદામાલ સાથે પાંચ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે અને ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) રોહીતભાઇ જગદીશભાઈ વીંઝવાડીયા
(2) રણછોડભાઇ જગદીશભાઇ વીંજવાડીયા
(3) વીશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા
(4) ચતુરભાઈ ગોવીંદભાઈ ચાવડા
(5) જયેશભાઈ શામજીભાઈ ચાવડા
રહેવાસી બધા નવાપરા વાંકાનેરના છે….
ઢુવા ખાતે તાળા ફંફોળતો વધુ એક પકડાયો
વાંકાનેર: તાલુકાના ઢુવા ગામે રહેતા વનરાજભાઈ બચુભાઈ ચાડમીયા (ઉ.21) મુળ રહે.તરબોડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાને રાત્રીના અંધારામાં લપાતો છુપાતો ઢુવા સીમ ભવાની કાંટા પાસે આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ દાખલ થયો છે…