ભાટિયા સોસાયટી, જલારામ મંદિર સામે વાંકાનેરનો શખ્સ સામેલ
ટંકારા: પ્રભુનગર સોસાયટીમાં ગીરીશભાઇ ગાંધીના મકાન પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા રૂપીયા ૨૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે
(1) જીજ્ઞેશભાઇ દિનેશભાઇ કવૈયા (ઉ.વ. 32) રહે.ભાટિયા સોસાયટી, જલારામ મંદિર સામે વાંકાનેર (2) મકબુલભાઈ અમીભાઇ ચૌધરી રહે. જીવાપરા શેરી (ઉ.વ.32) (3) કીર્તીભાઈ ઉર્ફે કેતનભાઈ રમણીકભાઈ શાહ (ઉ.વ.45) રહે. ટંકારા સરદારનગર-3 અને (4)
ઇલ્યાશભાઇ ઉસ્માનભાઇ મેસાણીયા રહે. મુમના વાસ (ઉ.વ.23) વાળાને પોલીસ ખાતાએ પકડી જુ.ધા.કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે….
ખીજડીયા ચોકડી પાસે મોડી રાત્રીના અંધારામાં:
મોડી રાત્રીના અંધારામાં પોતાની હાજરી છુપાવતો બંધ દુકાનોના તાળા ફંફોળતો કોઇ મીલકત વિરૂધ્ધનો કોગ્ની ગુન્હો કરવાના ઇરાદે શંકાસ્પદ હાલતમાં ટંકારા ખીજડીયા ચોકડી પર આવતા બંધ દુકાનો પાસે બે ઇસમો મોડી રાત્રીનાં અંધારામાં લપાતા છુપાતા શંકાસ્પદ હાલતમાં દુકાનોના તાળા ફંફોળતો જોવામાં આવતા પોલીસને જોઇ નાસવા જતા તુરત જ તેની પાછળ દોડી પકડી મોડી રાત્રીના અહી પોતાની હાજરી બાબતે પુછપરછ કરતા કોઈ સતોષકારક જવાબ આપતા ન હોય જેથી (1) વિક્રમસિંહ બાબુસિંહ રાઠોડ (ઉ.વ. ૨૦) ધંધો ભંગારનો ડેલો રહે. રાજકોટ કોઠારીયા રોડ મહીકા મેઇન રોડ આજીડેમ ચોકડી, અજય કાંટા પાછળ તા.જી. રાજકોટ વાળો અને (2) વિજયભાઇ ચુનીભાઇ મકવાણા (ઉ.વ.૨૮) ધંધો મજુરી રહે. રાજકોટ ખોડીયારપરા ગોંડલ ચોકડી પુનીતના ટાંકા પાસે મેઇન રોડ તા.જી.રાજકોટ વાળા સામે જી.પી.એકટ કલમ ૧૨૨-સી. મુજબ પોલીસ ખાતાએ ગુન્હોનોંધેલ છે.
છરી સાથે પકડાયા:
ટંકારા લતીપર ચોકડી પાસેથી નીતીનભાઈ બાબુભાઇ મકવાણા (ઉ.વ.37) રહે. રાજકોટ કોઠારીયા સોલ્વટ કવાટર્સ વાળો જાહેરમા પોતાના પેન્ટના નેફામા એક પ્લાસ્ટીકના કાળા કલરના હાથાવાળી સ્ટીલની ધારદાર છરી જેની કિંમત રૂપીયા ૧૦/- ની રાખી મ્હેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી નાઓનો હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા જી.પી.એકટ કલમ-૩૭(૧), ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે…