વાંકાનેર: આર.કે.નગર અને નવાપરાના શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે….
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ વાંકાનેર આર.કે.નગર વાસુકી મંદિર પાસે નવાપરામાં રહેતા લાલજીભાઈ ભગવાનજીભાઈ કુણપરા (ઉ.34) વાંઢા લીમડા ચોકમાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ,૬૩૦/-ના મુદ્દામાલ સાથે અને
વાંકાનેર નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાછળ રહેતા સાહીલ હનીફભાઇ ભટ્ટી (ઉ.22) જીઆઇડીસી ઇંટોના ભઠ્ઠા પાસેથી વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા. ૧૦,૬૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ દાખલ થયો છે….