ત્રણ પોલીસ પકડથી દૂર
વાંકાનેર શહેરના આરોગ્ય નગર ખાતે રહેતા એક યુવક થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસમાં અલગ અલગ સાત ઈસમો સામે અંદાજે એકાદ કરોડ રૂપિયા વ્યાજે લીધા હોય, જેના બદલામાં ત્રણ કરોડથી વધુ વ્યાજની ચુકવણી બાદ પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી યુવક તથા પરિવારને હેરાનપરેશાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,
જે બનાવમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દુર રહ્યા છે, ઉલ્લેખનીય છે કે અનેક લોકોએ આપઘાત પણ કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે, વાંકાનેરમાં વ્યાજંકવાદીઓ દ્વારા લોકોને સામાન્ય રકમ ઉંચા વ્યાજે આપી બાદમાં વ્યાજનું વ્યાજ ચડાવી લોકોને ફસાવી મિલકતો હડપ કરી રહ્યા છે ત્યારે વાંકાનેર વિસ્તારમાં ફરી વળેલા વ્યાજંકવાદના વિષચક્રને કાબૂમાં લેવા જવાબદાર તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી બહુમત નાગરિકોમાં જન માંગ ઉઠી છે…