બે આરોપી પીધેલ અને એક પાસેથી દેશી દારૂ પકડાયો
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેથી અશોક મોહન કોળી પાસેથી બે લીટર દેશી દારૂ પકડાતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે. બીજા બનાવમાં વાંકાનેર પંચવટી સોસાયટીમાંથી કેશુ બટુક કોળી નામના શખ્સને પોલીસ હેડ કોન્સ્ટેબલ નારણભાઈએ પકડેલ છે. આ ઉપરાંત વાંકાનેર નવાપરાના સાગર વશરામ કોળી પણ પીધેલ પકડાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.