વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે જુગાર રમતા ત્રણ જણાને પોલીસખાતાએ પકડેલ છે.
જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામે અદેપર રોડ પર આવેલ પવનસૂત પેપરમીલ સામે ખુલ્લા પટ્ટમાં (1) ભરતભાઈ પોપટભાઈ દેલવાણીયા (ઉ.વ.48) (2) અજયભાઇ ધીરૂભાઈ કોંઢીયા (ઉ.વ.30) અને (3) અરવીંદભાઈ શામજીભાઈ કોંઢીયા (ઉ.વ.35) રહેવાસી બધા પંચાસીયા વાળાને જાહેરમાં ગોળકુડાળુ વળી જુગાર રમતા રોકડ રૂપીયા-૧ ૩૩૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે ગુન્હો જુગારધારા કલમ-૧૨ મુજબ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે….