બે પકડાયા: બે ની અટક બાકી
કુલ કિ.રૂ.૨,૮૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે
વાંકાનેર: અહીં બાઉન્ટ્રી પાસે ચોટીલા તરફથી ટોલનાકુ ક્રોસ કરીને એક ઈકો કાર ચેક પોસ્ટ પાસે પહોચતા તેને ઉભી રાખવા પોલીસ સ્ટાફે હાથનો ઈશારો કરી તેમજ ટોર્ચ લાઈટથી સંકેત કરતા ઈકો કારનો ચાલક ઉભો રહેલ નહી જેથી પોલીસ સ્ટાફે વાંકાનેર તરફ જતી ઇકોનો પીછો કરી પકડી પાડેલ, તેમાં દેશી દારૂ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગુન્હામાં બે પકડાયા છે અને બે ને અટક કરવાના બાકી છે…
જાણવા મળ્યા મુજબ (૧) સાયલા તાલુકાના ધારાડુંગરી ગામ બાપાસીતારામ મઢુલી પાસે રહેતા રમેશભાઈ ઉર્ફે અટી ભીખાભાઈ બોહકીયા તથા (૨) સાયલા તાલુકાના ધારાડુંગરી ગામ બાપાસીતારામ મઢુલી પાસે રહેતા પ્રવિણભાઈ દેવાભાઈ ઉઘરેજાએ પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની ઈકો કાર રજી.નંબર GJ-03-HK-1024 કિ રૂ. ૨,૦૦,૦ ૦૦/- વાળીમાં પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૪૦૦ કી.રૂ.૮૦,૦૦૦/- નો હેરાફેરી કરી કુલ કિ.રૂ.૨,૮૦,૦૦૦/-ના મુદામાલ
સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જતા તથા આરોપી નં.(૩) મોરબીમાં ત્રાજપર ખારી યોગીનગર સોસાયટીમાં રહેતા નરેશભાઈ પરસોતમભાઈ કોળી દેશી દારૂનો જથ્થો મંગાવનાર અટક કરવા પર બાકી (૪) નળખંભા (તા. થાનગઢ) માં રહેતા રવિભાઈ ભુદરભાઈ કોળી દેશી દારૂનો જથ્થો મોકલનાર અટક કરવા પર બાકી એ દેશી દારૂનો જથ્થો મોકલી આપી તમામ ઇસમોએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો. પ્રોહી એકટ કલમ ૬૫(ઈ),૯૮(૨), ૮૧ મુજબ નોંધાયો છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ પો.કોન્સ. શકતિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ.કિર્તિસિંહ બહાદુરસિંહ જાડેજા, પો.કોન્સ.રાજેશભાઈ ફુલાભાઈ પલાણી, અશ્વિનભાઈ પ્રકાશભાઈ રંગાણી તથા અજયસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…