વાંકાનેર: આજે અષાઢી બીજ નિમિત્તે વાંકાનેર શહેરમાં શોભાયાત્રા યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા વાંકાનેર શહેરના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.



હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર ફરજના ભાગે એલર્ટ રહ્યું છે. ત્યારે 26 જૂનના રોજ વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના અધ્યક્ષ સ્થાને વાંકાનેર શહેરના ગ્રીન ચોકથી લઈ રથયાત્રાના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ ઝાલા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ તકે સમીર સારડાએ જણાવ્યું હતું કે, આવતીકાલે રથયાત્રા યોજાનાર છે ત્યારે રથયાત્રાના રૂટ પર કોઈ પણ અણબનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે…

