કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

થાનથી વાંકાનેર આવતા દારૂ સહિત 3 લાખનો મુદામાલ જપ્ત કરતી પોલીસ

વિદેશી દારૂ ભરેલી પાઈલોટિંગ સાથેની ઇકો કાર સાથે બે ઝડપાયા

વાંકાનેર : થાનથી પાઈલોટિંગ સાથે વિદેશી દારૂ ભરીને ઇકો કાર વાંકાનેર તરફ આવી રહી હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે એક બાઈક સવાર અને ઇકો કાર ચાલકને વિદેશી દારૂની 168 બોટલ સહિત 2.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. 

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવાની આ કાર્યવાહીમાં મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાને ખાનગીરાહે હકીકત મળેલ કે, થાન બાજુથી વાંકાનેર સીટી તરફ એક ગ્રે કલરની ઈક્કો ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-36-B-2690 વાળીમા ઈંગ્લીશદારૂનો જથ્થો ભરીને આવી રહી છે તેમજ આ ગાડીમા આગળની ભાગે પાયલોટીંગમા એક સ્પ્લેન્ડર મોટરસાઈકલ રજીસ્ટ્રેશન નંબર GJ-36-C-1015 વાળુ છે.આ બાતમીને આધારે વાંકાનેર સીટી પીઆઇ કે.એમ.છાસીયા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.

પોલીસની વોચ દરમિયાન પહેલા મોટરસાઈકલ અને તેની પાછળ બાતમી વાળી ઈક્કો કાર પસાર થતા પોલીસ ટીમે અટકાવી કાર ચેક કરતા કારમાંથી અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-168 કિંમત રૂપિયા 64,740 સાથે આરોપી વિપુલભાઈ જગાભાઈ ઉધરેજા, રહે.મકતાનપર તા.વાંકાનેર અને અર્જુનભાઈ લાભુભાઈ આલ, રહે.થાનગઢ ખોડીયાર સોસાયટી બસ સ્ટેશન પાસે તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાની પોલીસે અટકાયત કરી ઈક્કો ગાડી કિંમત રૂપિયા 2 લાખ, એક કાળા કલરનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂપિયા 20,000 તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 4000 સહિત કુલ રૂપિયા 2,88, 740નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા, હેડ કોન્સટેબલ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પોલીસ કોન્સટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, હીતેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા તથા અજયભાઈ અલગોતર સહિતના સ્ટાફે કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!