જાલીડા પાસે કુલ કી.રૂ.૨,૮૦,૦૦૦ નો ખાલી મુદામાલ કબ્જે
વાંકાનેર: તા.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાઉન્ટ્રી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતો હતો, બાતમી હકીકત મળેલ કે ચોટીલા તરફથી એક GJ-03-CA-0747 વાળી સફેદ કલરની સ્કોરપીયો કારમા દેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ટ્રી તરફ નીકળનાર છે. પોલીસ વોચમા ગોઠવાઈ ગયેલ અને
કલાક ૨૦/૧૫ વાગ્યે હકીકત વાળી કાર નીકળતા ઉભી રખાવવા હાથનો ઈશારો કરતા ઉભી રાખેલ નહી, તેનો પીછો કરતા તે જાલીડા ગામ તરફ આવેલ વોકળાની આગળ સીંગોડાના મારગે ચેકડેમ પાસે કાચા મારગ પર ગાડી ભગાડેલ અને કાર રેઢી મુકીને અંધારાનો લાભ લઈને તેનો ચાલક નાસી ગયેલ, જેમાંથી દેશી દારૂ લીટર ૬૫૦ જેની કી.રૂ.૧,૩૦,૦૦૦/-નો તેમજ દેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા કંપનીનો સફેદ કલરનો સ્કોરપીયો કાર જેના આગળ પાછળના રજી નંબર જોતા GJ-03-CA-07470747 કિ રૂ. ૧,૫૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ હતી. જેની સામે ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫૬૫ઇ,૯૮(૨)મુજબ નોંધાયો છે.
કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના આર્મ લોકરક્ષક શકતિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર કાંતીલાલ અઘારા, ચમનભાઈ ચાવડા, પો.હેડ. કોન્સ. કિર્તિસિંહ જાડેજા, શકતિસિંહ જે. જાડેજા, પો. કોન્સ અજયસિંહ એ.ઝાલા, સામતભાઈ છુછીયા તથા અશ્વિનભાઈ રંગાણી દ્વારા કરવામાં આવી હતી…