વાંકાનેર: અહીંના સીટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે વિવિધ જગ્યાએથી વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ સબબ ડંડો ઉગામ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે…
જાણવા મળ્યા મુજબ (1) નવા પરા શેરી નં 5 માં રહેતા દિનેશભાઇ રામજીભાઈ ગાંગડિયા (2) જાલસીકાના રામભાઈ શેલાભાઇ કાટોડિયા (3) મહિકાના અરજણભાઈ સુખાભાઈ મુંધવા (4) વિસીપરા રેલવે સ્ટેશન પાસે રહેતા નિલેશ ધીરુભાઈ ભોજવીયા (5) નવા પરા ધરોડિયા ડોકટરના દવાખાનાની બાજુમાં રહેતા વિક્રમ હેમુભાઈ સિંધવ (6) મૂળ રહેવાશી આરોગ્યનગર વાંકાનેરના હીરાભાઈ કરમણભાઇ શામળ (7) ઢુવાના ભરત રૂપસંગ સિંધવ અને (8) પરશુરામ પોટરી પાછળ રહેતા લલિત પ્રભુભાઈ સિણોજીયા સામે ટ્રાફિક ભંગના ગુન્હા નોંધાયા છે…
જયારે (1) ઢુવા માટેલ રોડ પર અમરધામ પાસે રાયધરા (હળવદ) ના સુનિલ નાગજીભાઈ શિનોજીયા અને (2) ઢુવા માટેલ રોડ પર અમરધામ પાસે રાયધરા (હળવદ) ના જ નિલેશ રમેશભાઈ નંદેસરીયા પોતાનું વાહન નશો કરેલી હાલતમાં ચલાવતા પકડાયા છે…