નશો કરી વાહન ચલાવતા ભીમગુડાના ત્રણ પકડાયા
વાંકાનેર: વાહન ચાલકો સામે શહેરના જીનપરા ભાટિયા શેરીમાં રહેતા અમિતકુમાર રમેશચંદ્ર આચાર્ય, મિલ પ્લોટના આમીન મહેબુબભાઇ જેડા અને અમરપરા શેરી નં 11 માં રહેતા વિપુલ કુંવરજીભાઇ જોગીયાણી તથા ગ્રામ્ય વિસ્તારના મહિકાના જયેશ મેહુરભાઈ મુંધવા, રાતીદેવરીના જયંતિ વિનુભાઈ સોલંકી, 

મકતાનપરના કમલેશ જગાભાઈ પાંચિયા, પંચાસરના સબ્બીર અબ્દુલભાઇ શેરસીયા, રાજાવડલાના સાદુળ બાબુભાઇ ગમારા, કાનપરના વિનોદ સુરાભાઈ ઝાપડા, મહિકાના ઈર્શાદ અબ્દુલભાઇ બાદી અને માટેલના વિજય દિનેશભાઇ વિંઝવાડિયા સામે પોલીસ ખાતાએ ટ્રાફિક નિયમન ભંગ સબબ કાર્યવાહી કરી છે, જયારે 

નશો કરી વાહન ચલાવતા વાંકાનેર તાલુકાના ભીમગુડાના ભુપત મંગાભાઇ વિંઝવાડિયા, ભીમગુડાના ભરત કરશનભાઇ વિંઝવાડિયા તથા ભીમગુડાના પ્રવીણ રણછોડભાઇ વિંઝવાડિયા સામે પ્રીહિબીશન એક્ટ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે….

