કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પોલીસે ખોવાયેલા ૧૧ મોબાઈલ શોધી પરત સોપ્યા

રાતાવિરડા રોડ પર બે અકસ્માત

વાંકાનેર સીટી પોલીસ ટીમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧.૯૨ લાખની કિમતના ૧૧ ખોવાયેલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ એચ સારડા અને વાંકાનેર સીટી પીઆઈ એચ એ જાડેજા તેમજ વાંકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ, વાંકાનેર તાલુકા પોલીસ મથકના અરજદારોના

ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કરી ટેકનીકલ વર્ક આઉટ કરતા અરજદારોના ખોવાયેલા ૧૧ મોબાઈલ કીમત રૂ ૧,૯૨,૨૯૨ ના શોધી કાઢી અરજદારોને પરત સોપ્યા હતા…

રાતાવિરડા રોડ પર બે અકસ્માત
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારતા રવજીભાઈ જીવાભાઇ આહીર (ઉ.52) રહે.અંજાર કચ્છ ને ઇજા થવાથી મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ વાંકાનેરના રાતાવિરડા રોડ ઉપર પેથોસ સીરામીક સામેથી બાઈકમાં જતા સમયે અજાણ્યા વાહન સાથે અથડામણ થતા સરોજબેન હિતેશભાઈ વાટુકિયા (ઉ.32) રહે.દિગસર મુળી સુરેન્દ્રનગરને ઇજાઓ થતા સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!