કોઠી બોર્ડ પાસેથી પીછો કરી વઘાસીયા ટોલ નાકા પાસેથી કુલ રૂ.૩, ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો
વાંકાનેર: કોઠી બોર્ડ પાસેથી હાઇવે પર પોલીસખાતાએ કારનો પીછો કરી ઠેઠ વઘાસીયા ટોલ નાકા પાસેથી દેશી દારૂ ભરેલ રેઢી કાર, મોબાઇલ મળી કુલ કિંમત રૂ.૩, ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
બનાવની વિગત મુજબ પોલીસખાતાને મળેલ બાતમીના આધારે કોઠી ગામના બોર્ડ પાસે ને.હા. રોડ પર સ્વીફ્ટ કારની વોચમાં હતા, ત્યારે કાર ઉભી રાખવા સંકેત કરતા કાર ચાલકે કાર ઉભી રાખવાના બદલે વાંકાનેર તરફ ચલાવી નાશી ગયેલ. પોલીસે ખાનગી વાહનોમાં બેસી સ્વીફ્ટ કારનો પીછો કરતા જોધપર, ગારીયા બોર્ડ, લાલપર, ચંદ્રપુર, વાંકાનેર બાદ વઘાસીયા ટોલનાકે સર્વીસ રોડ પર પડેલ સ્વીફ્ટ કાર પાસે જતા અંદર કોઇ માણસ જોવામાં આવેલ નહીં અને કાર ચાલક કાર રેઢી મુકીને નાશી ગયેલ.
કાર અંદર કુલ દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૩૦, કિંમત રૂ.૧૫,૦૦૦/-, ગીયર બોક્સ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સીમકાર્ડ નં.૮૯૮૦૧ ૫૨૧૧૯ કિંમત રૂ.૫,૦૦૦/- અને મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ કાર રજી. નં. GJ-16-BG-6888, જેના આગળના કાચ પર પર “suryadeep” લખેલ તથા પાછળના કાચ પર સુર્ય નું રેડીયમ સ્ટીકર લગાવેલ હોય જેની કિંમત .રૂ. ૩,૦૦,૦૦૦/ કબજે કરેલ છે.
સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ પ્રોહી. એક્ટ કલમ ૬૫(ઈ),૯૮(૨) મુજબનો ગુન્હો નોંધી પોલીસખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે. આ કાર્યવાહીમાં સ્ટાફના હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર તથા રવીભાઇ કલોત્રા જોડાયા હતા.
હથિયાર જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી
વિસીપરાના સંજય કનુભાઈ પરમાર પાસેથી ઇકો કારમાંથી લાકડાનો ધોકો મળી આવતા કાયદેસર કાર્યવાહી
દારૂ અંગેના ગુન્હા
જીનપરા શેરી નં. 3 ના નીતિન ધનજીભાઈ રૂદાતલા પાસેથી 12 નંગ અને ઢુવા વરમોરા કારખાના પાસે નદીના કાંઠે રહેતા હેતલબેન રાયધનભાઈ સાડમિયા 15 નંગ દેશી દારૂની કોથળી મળી આવતા પોલીસખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.