મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા 30 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં 23 પોલીસ કર્મચારીઓની પદરના ખર્ચે અને 7 પોલીસ કર્મચારીઓની જાહેર હિતના બદલી કરવામાં આવી છે, આ બદલીઓમાં વાંકાનેર તાલુકા તથા સિટીમાં ફરજ બજાવતા નિચેના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

વાંકાનેર સિટીમાંથી ગીરીશકુમાર પરબતસંગ ટાપરિયા ની હળવદ, વાંકાનેર તાલુકામાંથી અર્જુનસિંહ લખુભા ઝાલાની મોરબી તાલુકા, વાંકાનેર સિટીમાંથી જયેન્દ્રસિંહ ઇન્દુભા ઝાલાની ટંકારા, વાંકાનેર તાલુકામાંથી જયેશ ચંદુભાઈ ડાંગરની મોરબી સિટી એ ડિવિઝન, મોરબી સિટી એ ડિવિઝનમાંથી મોનિકા ભરતભાઈ પટેલની વાંકાનેર તાલુકા, વાંકાનેર સીટીમાંથી દિપકકુમાર રામાભાઈ બારોટની પોલીસ હેડ કવાર્ટર, વાંકાનેર સિટીમાંથી અજીતકુમાર ભૂરાભાઈ સોલંકીની પોલીસ હેડ ક્વાર્ટર,વાંકાનેર સીટીમાંથી શક્તિસિંહ જનકસિંહ જાડેજાની પોલીસ હેડ કવાર્ટર,ટંકારાથી મુકેશ પ્રેમજી ચાવડાની વાંકાનેર સીટીમાં બદલી કરાઈ છે.


