ચાર મહિલા સહીત નવ પકડાયા
રૂપિયા ૧,૨૨, ૮૦૦/- મુદામાલ કબ્જે
વાંકાનેર: અહીં ગોકુળનગરમાં ચાલતા જુગારના અખાડા પર સીટી પોલીસ સ્ટાફે દરોડો પાડીને ચાર મહિલા સહીત કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને રોકડ રકમ રૂપિયા ૧,૨૨, ૮૦૦/- મુદામાલ કબ્જે કરેલ છે…..
જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને મળેલ બાતમીના આધારે ગોકુળનગરમાં રાધિકા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા જીગ્નેશભાઈ હર્ષદભાઈ કારીયા જુગારનો અખાડો ચલાવે છે, અને બહારથી માણસોને મકાનમાં બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના 
અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી તીનપતીનો હારજીતનો પૈસા પાના વડે જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે, આથી ત્યાં દરોડો પાડી ચાર મહીલા અને પાંચ પુરુષ મળી કુલ નવ આરોપી પાસેથી રોકડ રકમ રૂપિયા ૧,૨૨, ૮૦૦/- મુદામાલ કબ્જે કરેલ છે, પોલીસ ખાતાએ પકડેલ આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) જીગ્નેશભાઇ હર્ષદભાઈ કારીયા લુવાણા (ઉ.38) રહે. વ્રુદાવન સોસાયટી રાધીકા એપાર્ટમેન્ટ બાજુમાં ગોકુળનગર,
(2) ભરતભાઇ મેહુરભાઇ ઝાપડા ભરવાડ (ઉ.39) રહે. ગોકુળનગર
(3) આબીદભાઈ હુશેનભાઈ સંધી (ઉ.44) રહે.ગામ અમરસર
(4) હીનેશભાઇ રણછોડભાઇ માણસુરીયા (ઉ.33) રહે. વેલનાથપરા
(5) વર્ષાબેન દિનેશભાઇ સોમાણી (ઉ.38) રહે.આરોગ્યનગર
(6) શીલ્પાબેન કમલેશભાઇ મકવાણા (ઉ.32) રહે. ભાટીયા સોસાયટી
(7) લલીતાબેન રતીલાલ અઘોલા (ઉ.52) રહે. વેલનાથપરા
(8) ઇંદુબા ટપુભા જેઠવા (ઉ.58) રહે. જીનપરા
ઉપરોક્ત આરોપીઓ સામે ગુન્હો જુગાર ધારા કલમ ૪,૫ મુજબ નોંધાયેલ છે કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ વાધડીયા, પો.હેડ.કોન્સે યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ રાણીગભાઇ નાજભાઇ, હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, જગદીશભાઈ રમેશભાઈ રંગપરા તથા વુમન પો.કોન્સ. ઉર્મીલાબેન ઘનશ્યામભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી….