રૂ.૯,૭૧,૮૧૦/- નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસે દરોડો પાડતા ૪ હાજર મળી આવેલ તેમજ આરોપી નંબર-૦૫ થી ૦૯ સુધીના સ્થળ પરથી રેઈડ દરમ્યાન નાસી ગયેલ છે…જાણવા મળ્યા મુજબ ગઇ કાલ તા.૨૨/૦૧/૨૦૨૫ ના બાતમી મળેલ કે, કોટડાનાયાણી ગામે રહેતા પરાક્રમસિંહ હાલુભા જાડેજા પોતાના કબ્જા ભોગવટા વાળી કોટડાનાયાણી ગામની ખોખળીયા સીમ વાડીના નાકા તરીકે ઓળખાતી જારીયા ગામ તરફ આવેલ વાડીમા
બહારથી અન્ય માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. આથી જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવી દરોડો પાડતા (1) પરાક્રમસિંહ હાલુભા જાડેજા (ઉ 45) કોટડાનાયાણી (2) ફૈજલભાઈ આરીફભાઈ ગલેરીયા (ઉ 31) રાજકોટ જંગલેશ્વર નિલમ પાર્ક બંધ સોસાયટી
(3) ડાડામીયા મહોમદમીયા પીરજાદા (ઉ 33) રાજકોટ શહેર (4) નૈમીષભાઈ ધીરેંદ્રભાઈ માણેક (ઉ 31) રાજકોટ જંગલેશ્વર ભવાની ચોક પાસે, રાજકોટ શહેર. (5) વિપુલ ઉર્ફે જાંબુ રાજકોટ શહેર રૈયા રોડ ગાંધીગ્રામ (6) જાવીદ મેમણ રાજકોટ શહેર. (7) ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઈકો કાર વાળા રાજકૉટ ભાવનગર રોડ દુધની ડેરી પાસે
(8) અજાણ્યો ઈસમ વિપુલ ઉર્ફે જાંબુ રહે.રાજકૉટવાળો સાથે (9) અજાણ્યો ઈસમ વિપુલ ઉર્ફે જાંબુ રહે.રાજકૉટવાળા સામે જુ.ધા કલમ ૪૫ મુજબ ગુન્હો નોંધાયો છે તથા રોકડ રૂ. ૬૮૧૦/- તેમજ કબ્જે કરેલ પાંચેય વાહનોની કુલ કિ રૂ. ૯,૬૫,૦૦૦/- ગણી તમામ મુદામાલની કુલ કિ રૂ.૯,૭૧,૮૧૦/- ના મુદ્દામાલ કબ્જે કરેલ છે. કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પો.હેડ.કોન્સ. કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજા અનાર્મ પો.હેડ.કોન્સ., એ.એસ. આઈ.ચમનભાઈ ચાવડા તથા પો.કોન્સ કિશનભાઈ ધીરૂભાઈ મેર દ્વારા કરવામાં આવી હતી…