કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રંગપર ગામની સીમમાં જુગાર અંગે પોલીસ દરોડો

મેસરિયા જવાના રસ્તે દરોડામાં પાંચ ઝડપાયા, ત્રણ ભાગી ગયા

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા જ્યારે ત્રણ જુગારી નાસી છૂટ્યા હતા. 

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલ વનાભાઇ ગેલાભાઇ મેર, રમેશભાઇ મીઠાભાઇ મેર, રવુભાઇ ઉર્ફે મુન્નો જીલુભાઇ કારીયા, જયરાજભાઇ વલકુભાઇ ખાચર અને શીવકુભાઇ દડુભાઇ ખાચર નામના આરોપીઓ રોકડા રૂપિયા 21,300 અને ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા 90,000 મળી 1,11,300ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. 

 
જો કે, દરોડા દરમિયાન આરોપી જયરાજભાઇ ઓઢભાઇ તકમરીયા, દીલીપ મોટભાઇ ખાચર અને રમેશભાઇ ઉર્ફે દેવો માવજીભાઇ ચૌહાણ નામના શખ્સો નાસી જતા પોલીસે આઠેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!