પાશેરામાં પૂણી સમાન
બે શખ્સો સામે ગુન્હો નોંધાયો
વાંકાનેર: તીથવા ગામમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાય છે અને પોલીસ ખાતું કંઈ કરતું નથી, એવા ગામલોકોના આક્ષેપ બાદ રેડ પાડી બે શખ્સો સામે આ અંગેનો ગુન્હો પોલીસ ખાતાએ નોંધેલ છે, જે પાશેરામાં પૂણી સમાન હોવાનું લોકો માની રહ્યા છે….

જાણવા મળ્યા મુજબ તીથવા ગામના રહીશ (1) દેવરાજભાઇ ઉર્ફે. ભુરો બચુભાઈ જખાણીયા અને (2) વિશાલભાઈ કારુભાઈ જખાનીયા સામે તીથવા ગામના હોકળાના કાંઠે ખરાબામાં પ્લાસ્ટિકના બાચકામાં નાની નાની પારદર્શક કોથળી નંગ-૪૫ જે એકમાં આશરે ૨૦૦ મી.લી. લેખે કુલ લીટર -૯ કિ.રૂ.૧૮૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખવા અંગેનો પોલીસ ખાતાએ ગુન્હો પ્રોહી એકટ કલમ ૬૫ એએ, ૮૧ મુજબ નોંધેલ છે, જો કે આરોપીઓ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નથી…
