નવાપરા મચ્છુનદી પુલ નીચે, વેલનાથપરા અને હસનપરમાં દરોડા
વાંકાનેર: નવાપરા મચ્છુનદી પુલના છેડે પુલ નીચેથી બે જણા, વેલનાથપરા શેરીમાં વાદીડા હનુમાન મંદિર પાસે એક મહિલા સહિત બે અને હસનપર ચામુંડા માતાના મંદિર પાસે જુગાર રમતા ત્રણને પોલીસ ખાતાએ પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ (1) નાનજીભાઈ ઉર્ફે નાનાભાઈ છનાભાઈ કડીવાર (ઉ.60) રહે. નવાપર મચ્છુનદી પુલના છેડે અને (2) મનોજભાઈ રમેશભાઈ કડીવાર (ઉ.37) રહે. નવાપરા પુલના છેડે વાળને પોલીસ ખાતાએ નવાપર મચ્છુનદી પુલના છેડે પુલ નીચે જાહેરમાં બેસી જુદા જુદા ચિત્રોના બે બેનરો ઉપર પૈસાની લેતી દેતી કરી હાર જીતનો નશીબ આધારીત ચકલા પોપટનો જુગાર રમી રમાડતા મળી આવતા રોકડા રૂપીયા ૨૭૫૦/- સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધાયો છે….

બીજા બનાવમાં વેલનાથપરા શેરીમાં વાદીડા હનુમાન મંદિર પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા (1) મનોજભાઈ જગદિશભાઈ સંખેશરીયા (ઉ.40) રહે. વાંકાનેર વેલનાથપરા અને (2) મુક્તાબેન વાઓફ રમેશભાઇ ભુરાભાઇ સાંથલીયા (ઉ.45) રહે. વાંકાનેર વેલનાથપરા વાળા રોકડા રૂ.૨૫૦૦/- સાથે મળી આવેલ છે….

ત્રીજા બનાવમાં (1) સંજયભાઈ ધીરૂભાઈ પરસાડીયા (2) નીલેશભાઈ રમેશભાઈ મકવાણા અને (3) ઉદયભાઈ મુકેશભાઈ બારૈયા રહે. બધા હસનપર વાળા હસનપર ચામુંડા માતાના મંદિર પાસે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૨૪૦૦/-સાથે આરોપીઓ મળી આવતા ગુન્હો નોંધાયો છે…

