આઇસર ટ્રક સહિત રૂ.2.90 લાખના મુદ્દામાલ સાથે એકને દબોચી લેવાયો





વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી નજીક વોચ ગોઠવી ક્રૂરતા પૂર્વક કતલખાને ધકેલાઈ રહેલી નવ ભેંસને બચાવી લઈ એક આઇસર સહિત 2.90 લાખ રૂપિયાનો મૂળમાલ કબ્જે કરી એક આરોપીને દબોચી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવળી નજીક પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી આઇસર ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી 9 ભેંસને ક્રૂરતા પૂર્વક બાંધી ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા વગર લઈ જવાતી હોવાનું સામે આવતા આરોપી ટંકારાના શૈલેષ જીણાભાઈ સિંધવ ઉ.19ને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
વધુમાં આ મામલે વાંકાનેર સીટી પોલીસે પશુ પ્રત્યે ઘાતકી પણું અટકાવવાના અધિનિયમ મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી રૂપિયા 2 લાખની કિંમતનું આઇસર ટ્રક વાહન અને 90 હજારની 9 ભેંસ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.