મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં રમતા’તા
વાંકાનેર: સીટી સ્ટેશન રોડ, આઝાદ ગોલાવાળી શેરી પાછળ, મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા પાંચ જણાને રોકડા રૂ, ૧૯૫૦/-સાથે પોલીસ ખાતાએ પકડેલ છે
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ, આઝાદ ગોલાવાળી શેરી, પાછળ નદીના ખુલ્લા પટ્ટમાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા પાંચ જણાને રોકડા રૂ, ૧૯૫૦/-સાથે પકડી ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.કોન્સ. દર્શીતભાઇ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ, પો.હેડ કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) અનીલભાઈ રમેશભાઈ સુવાળીયા (ઉ.32) રહે, ગ્રીન ચોક ખોજાખાના શેરીમાં
(2) જયસુખભાઈ જીતુભાઈ સુવાળીયા (ઉ.22) રહે.આઝાદ ગોલા વાળી શેરીમાં
(3) અનીલભાઈ ગુલાબભાઇ માંગરોલીયા (ઉ.33) રહે. નાગબાઇની ડેરી પાસે, મોરબી
(4) ઇસ્માઈલભાઈ મામદભાઈ શેખ (ઉ.40) રહે, સીટી સ્ટેશન રોડ
(5) હુશેનભાઈ રાયબભાઈ કટીયા (ઉ.35) રહે. વીશીપરા…
