કોઠારીયાના આરોપીની ધરપકડ
વાંકાનેર: અહીં લોડર ટ્રેકટર ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે…
આ અંગે મળતી વિગતો મુજબ પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા મોરબી જીલ્લામાં મીલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાતા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ 
પો.ઈન્સ. એચ.એ. જાડેજાની રાહબરી હેઠળ વાંકાનેર સીટી પો.સ્ટે.ના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી ખાનગીરાહે હકીકત મળેલ. હતી. જેમાં ચોરીમાં ગયેલ લોડર ટ્રેકટર સાથે ઉભેલ છે. જે મળેલ હકીકત આધારે 
લોડર ટ્રેકટર સાથે ઈસમને પોલીસે પકડી નામઠામ પૂછી લોડર ટ્રેકટરના કાગળો બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા ઈસમની સઘન પુછપરછ કરતા વાંકાનેર ચંદ્રપુર દરગાહ પાછળ આવેલ કારખાનાના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર મુદામાલને પકડી પાડી પોલીસ દ્વારા કોઠારીયાના મયુર રાજુભાઈ કોબીયા (ઉ.21) આરોપીને દબોચી લઈ રૂા.12 લાખનું લોડર ટ્રેકટર કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
