મોબાઈલ સિમ કાર્ડને લઈને સરકારે લાગુ પાડયો આ નવો નિયમ
જથ્થાબંધ કનેક્શન પણ નહીં આપી શકાય
નવી દિલ્હી: મોબાઈલ સિમ કાર્ડ દ્વારા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે. ગુનાઓ કે ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો પણ કડક નિયમ લાગુ પાડ્યો છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવેથી સિમ ડિલર્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત છે તે ઉપરાંત બલ્ક કનેક્શન પણ બંધ કરવામાં આવે છે.
મંત્રીએ કહ્યું કે મોબાઈલ સિમ કાર્ડના નવા ડિલરો માટે પોલિસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે. તે ઉપરાંત પોઈન્ટ ઓફ સેલ ડિલર્સ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
52 લાખ મોબાઈલ સિમ કાર્ડ, 67,000 ડિલરોને બ્લેકલિસ્ટેડ
અશ્વિની વૈષ્ણવનું કહેવું છે, ખોટી રીતે મેળવવામાં આવેલા લગભગ 52 લાખ મોબાઈલ સિમ કાર્ડને બંધ કરી દેવાયા છે અને મોબાઈલ સિમ કાર્ડ વેચતા 67,000 ડિલરોને બ્લેકલિસ્ટેડ કરી દેવાયા છે.
જથ્થાબંધ ખરીદી બંધ કરવાનો નિર્ણય
મંત્રીએ કહ્યું કે પહેલા લોકો ઘણા સિમ કાર્ડ ખરીદી શકતા હતા પરંતુ હવે સીમની ખરીદી માટે નવો નિયમ કરાયો છે અને જથ્થાબંધ ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચેને બદલે એક યોગ્ય બિઝનેસ કનેક્શનની જોગવાઈ લવાશે જે ફ્રોડને અટકાવવામાં મદદ કરશે.