મારામારીમાં ફકીરને ઇજા
વાંકાનેરના પલાંસડી ગામે રહેતા હલુબેન ઇબ્રાહિમભાઈ વકાલીયા નામના 57 વર્ષીય મહિલા વાડીએથી સરધારકા રોડ ઉપર બાઈકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતા ઇજા થયેલ હતી જેથી તેમને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે, જાણવા મળ્યા મુજબ ગરીબ ઘરના આ મહિલાનો પગ ભાંગી ગયો છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નળીયા વાળા મકાનમાં રહે છે….




બીજા બનાવમાં વાંકાનેરના કાસમ સલેમાનભાઈ ફકીર (ઉંમર ૩૨) સાથે મોરબીના જુના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં એમને ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી…
