જિલ્લા પંચાયતમાં કામ મંજૂર કરવામાં આવ્યા પછી વર્ષો સુધી તે કામ કરવામાં આવતા નથી: વિપક્ષ





મોરબી જીલ્લા પંચાયતમાં બજેટ બોર્ડ બેઠક રાખવામાં આવી હતી, જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકના જે કામો કરવામાં આવી રહ્યા છે, તેમાં છેલ્લા વર્ષોથી જે ચાલતું હતું તેને બંધ કરીને સારી રીતે લોકોની સુખાકારીમાં વધારો થાય, તેવા વિકાસ કામ કરવા માટેની ટકોર કરી હતી અને સારા કામ કરવા માટે કોન્ટ્રાકટરોને જરૂરી અધિકારીઓએ આપી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી.
તેમજ કોઈ પણ વિસ્તારમાંથી રોડના નબળા કામ માટેની રજૂઆત કે ફરિયાદ આવે તો તાત્કાલિક કોન્ટ્રાકટરના ગેરેટી પિરિયડમાં તેની જ પાસેથી કામ કરાવવામાં આવે તેવું પણ ડીડીઓ પરાગ ભગદેવને કહ્યું હતું અને કેટલાક કામોનું જાત નિરીક્ષણ કરવા માટેની પણ ધારાસભ્યએ ડીડીઓને ટકોર કરેલ છે
આ બેઠકમાં વિપક્ષે એવો આક્ષેપ પણ કર્યો છે કે, જિલ્લા પંચાયતમાં કામ મંજૂર કરવામાં આવ્યા પછી વર્ષો સુધી તે કામ કરવામાં આવતા નથી, જેથી કરીને લોકોને સુવિધાઓ મળતી નથી. આજની તરીખે દરેક તાલુકામાં સરેરાશ બે થી ચાર કામ એવા છે, જે બેથી ત્રણ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવ્યા છે; તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અને સતત રીટેન્ડર કરવામાં આવે છે; જેથી કરીને વર્તમાન બોડી આમને આમ પાંચ વર્ષ પૂરું કરવા માંગે છે કે શું તેવું સવાલ કરીને હોબાળો કર્યો હતો, ત્યારે પ્રમુખ દ્વારા રીટેન્ડરમાં હવે પાંચ ટકા ઓન કરીને પણ કામ ઝડપથી થાય તેવુ કરવામાં આવશે; તેવી ખાતરી આપવામાં આવી હતી.