કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આજ અને 15 જૂનની પોરબંદર-દિલ્હી અજમેર નહીં જાય

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન માં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ, તેના નિર્ધારિત રૂટ મારવાડ-અજમેર-ફુલેરા-જયપુર-અલવર-રેવાડી ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા મારવાડ-જોધપુર-મેડતારોડ-ડેગાના-રતનગઢ-ચુરુ-લોહારુ-રેવાડી થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, બાંદિકુઈ, અલવર અને ખૈરથલ નો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!