વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી દેશી દારૂ ભરેલી એક ઇનોવા કાર બાતમીના આધારે પોલીસ ખાતાએ કબ્જે કરી છે…
જાણવા મળ્યા મુજબ રાજકોટ મયુરનગર મેઈનરોડ રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ મૂળ ૨હે.જામકંડોણા પોલીસ ચોકીની પાછળ રહેતા મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.42) અને રાજકોટ ચુનાળાવાસમાં રહેતા જેનીશભાઈ રાયધનભાઈ ચૌહાણ (ઉ.વ.24) વાળાને ગુન્હામા એકબીજા સાથે મદદગારી કરી આરોપી નં-(૧) ના કબ્જા ભોગવટાવાળી ઈનોવા કાર રજી.નંબર-GJ-01-HP-4719 કી.રૂ.૨,૦૦,૦૦૦/-વાળીમા દેશીદારૂ લીટર-૪૦૦ કી.રૂ.૮૦,૦૦૦/-નો વેચાણ કરવાના ઈરાદે રાખી વાહનમા હેરાફેરી કરી કુલ મુદામાલ રૂ.૨,૮૦,૦૦૦/- સાથે રેઈડ દરમ્યાન મળી આવતા ગુન્હો પ્રોહી એક્ટ કલમ-૬૫૬૫ઈ, ૯૮(૨),૮૧ મુજબ નોંધેલ છે…
આ કાર્યવાહી પો.કોન્સ. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા, પો.હેડ.કોન્સ મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા,પો.કોન્સ. દર્શિતભાઈ ગીરીશ ભાઈ વ્યાસ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેરની કચેરીના પો.હેડ.કોન્સ રૂતુરાજસિંહ ધર્મરાજસિંહ જાડેજા અને પો. કોન્સ તેજશભાઈ વેલજીભાઈ વિડજા દ્વારા કરવામાં આવી હતી…