જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા
ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો
મકાન લોન લેતા પહેલાં ગ્રાહક ધ્યાન રાખે પચ્ચીસ લાખનુ મકાન ફાયન્સવાળા દશ લાખમાં જપ્ત કરી શકે છે
મોરબી: ફાયનાન્સમાં પૈસા ચેકથી ભરવાનો આગ્રહ રાખો રોકડા ભરવાથી ફ્રોડ થવાની સંભાવના રહેશે આ અંગે ઉચ્ચકક્ષાએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરેલ છે
આજકાલ ગુજરાતમાં એટલી બધી ફાયનાન્સ કંપનીઓ આવી રહી છે કે વાતપુછોમાં! સમગ્ર ગુજરાતમાં બ્રાંચ હોય પણ તેની હેડ ઓફિસ ચેન્નાઈ, બેંગ્લોર, રાજકોટ, અમદાવાદ, વડોદરા કે અન્યત્ર હોય છે અહીં તો ફકત હપ્તા લેવાવાળા બેસાડતા હોય તેવુ જણાય છે. તમારૂ પચ્ચીસ લાખનુ મકાન હોઈ અને તમારે દશ લાખની લોન જોઈતી હોય તો આપે, નિયમ પ્રમાણે લોન મકાન ઉપર લેવામાં આવે તો ગ્રાહક મરણ પામે તો વીમો મળે પરંતુ ઘણા કિસ્સામાં વીમો લેતા નથી.
મકાન ઘણા મરણ પામે એટલે વીમા કંપની વીમો મળશે… મળશે… કહીને સમય કાઢે છે અને વ્યાજ નુ વ્યાજ ચડતુ જાય છે. કમનશીબી ગ્રાહકની ત્યાં છે કે પહેલાં તમારા મકાને શીલ મારવું હોય તો કલેકટર કે મામલબેરની હાજરીમાં મારતા હાલે બધી ફાયન્સ કંપની ભેગી થઈ હાઈકોર્ટમાંથી અધિકાર લઇ આવેલ છે કે સમય મર્યાદામાં પૈસા નો ભરે તો તમારૂ કિંમતી મકાન જપ્ત કરી લે છે. સમય કાઢીને દશ લાખના વીસ લાખ વ્યાજ સાથે કાઢે છે અને કેટલાય વિધવાના મકાન જપ્ત કરી લે છે. ગુજરાતના નાણાં મંત્રાલય અને પોલીસ ખાતાએ આ બાબત તપાસ કરવી જરૂરી છે.
ધણાં ગ્રાહકો રોકડા પૈસા ફાયનાન્સમાં ભરવા જાય છે અને ફાયનાન્સમાંથી સહી સીકકાવાળી પહોંચ આપે છે, પરંતુ ફાયનાન્સ શું કહે છે ‘ઇ માણસ નોકરી છોડી ચાલીયો ગયો છે રકમ નથી ભરી તમે વ્યાજ સાથે ભરો’ ગ્રાહક સામે ઉઘાડી લુંટ થતી હોઈ તેવી ચર્ચા થાય છે. ફાયનાન્સના ત્રાસથી ગુજરાત સરકાર અને પોલીસ ખાતાએ આ બાબતમાં રસ લેવો જોઇએ તેવુ પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યુ છે તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જણાવ્યુ છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો