રાજ્યમાં મોરબી સહિત સાત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજકીય પક્ષો, અગ્રણીઓ તેમજ પ્રજાજનોમા આનંદની લહેર પ્રસરી જવા પામી છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવતા શહેરની પાયાથી માંડી તમામ પ્રકારની સુવિધાઓમાં વધારો થશે તથા સર્વાંગી વિકાસ થશે.


વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીની વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવશે સાથે જ ઉદ્યોગનગરી મોરબીને સીરામીક ઉદ્યોગ, પેપર મિલ, ઘડિયાળ સહીત અનેક ઉદ્યોગોની કામગીરી સરળ બની જશે અને વેગ મળશે. મોરબીના વિકાસની હરણફાળ ભરવા મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાતા મોરબીવાસીઓ માટે મુખ્ય દિવાળી, ભગવાન રામનો નવનિર્મિત મંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા એ બીજી દિવાળી અને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો એ દિવાળીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
