તા. 22મીએ ઉજવાશે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.






રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને રાત્રે 9-30 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લખન ઠાકોર (ભજનીક), વેલજી ઠાકોર (સાહિત્યકાર), રણવીર ગઢવી (ભજનીક), કિંજલ ઠાકોર (ભજનીક), કુલદીપ ઠાકોર (ભજનીક), કિરણ ઠાકોર (ભજનીક) ભજનની રમઝટ બોલાવશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
