વાંકાનેર: તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે….
વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું ધામ” માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા 1/12 ને રવિવારે સાંજે 4 થી 5 નુતન મંદિરોનું પંચગવ્ય અને ગંગાજળથી શુધ્ધિકરણ કરાશે. તા 2/12 ને સોમવારે સવારે 8 થી 12 અને બપોરે 3 થી 6 હેમાદ્વી (પ્રાયશ્ચીત), પ્રધાન સંકલ્પ, ગણપતિ પુજા, મંડપ પ્રવેશ, સર્વદેવ પુજા, જલયાત્રા, આરતી પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે….
તા 3/12 ને મંગળવારે સવારે 8 થી 12 અને બપોરે 3 થી 6 પ્રાતઃપુજા, પ્રધાન દેવ પુજા, મૂર્તિ ઉત્થાન, કુટીર હોમ, પોષ્ટીક હોમ, પ્રધાન હોમ, કૌતુક શુત્રબંધન, નગરયાત્રા, સામૈયા સહિતના કાર્યક્રમ યોજાશે અને તા 4/12 ને બુધવારે સવારે 8 થી 3:30 સુધી મૂર્તિ સામૈયા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શિખર પુજા, અભિષેક, દેવતાઓનો મંદિર પ્રવેશ, પુર્ણાહુતી અને મહા-આરતી પુજા તેમજ આર્શીવચન રાખવામા આવેલ છે આ હવનમાં યજમાન તરીકે સુરેશભાઈ નરહરીનભાઈ પંડયા પરિવાર (મોમ્બાસા વાળા)- રાજપર (મોરબી), પરેશભાઈ જયંતીલાલ વજરીયા પરિવાર- મોરબી, મુળશંકરભાઈ (નાનુભાઈ)- અંજાર (કચ્છ) વાળા બેસશે અને આહુતિ આપશે. ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે…