વાંકાનેર: તાલુકાની પ્રતાપગઢ મહિલા દુધ ઉત્પાદક મંડળી દ્વારા એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ સરહદ ડેરીની મુલાકાત દરમિયાન તેમાં બનતી વિવિધ પ્રોડક્ટના પલાન્ટની મુલાકત લીધી હતી, જેમ કે દુધ સ્ટોરેજ, દુધ પેકેજીગ, છાસ પંલાન્ટ, પનીર પંલાન્ટ, ઘી પંલાન્ટ તથા આઈસ્ક્રીમ પંલાન્ટ વગેરેની મુલાકાત દરમિયાન મહીલાઓએ જે તે વિષયની માહિતી મેળવેલ અને એક નવો જ અનુભવ કરેલ હતો.

ત્યાર બાદ અમુલ દાણ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી, જેમાં દાણમાં આવતા અલગ અલગ મટીરીયલની માહિતી પ્રાપ્ત કરેલ તથા લેબની મુલાકાત લીધેલ હતી, ભુજમાં આવેલ પ્રખ્યાત સ્મૃતિ વન- ભુકંપ મ્યુઝિયમની મુલાકાત કરેલ, જેની 

મુલાકાત દરમિયાન મહિલાઓને ભૂકંપની યાદો તાજી થઇહતી, ત્યાર બાદ કચ્છની હસ્તકલાના કેન્દ્ર એવા ભુજોડી બજારની મુલાકત કરેલ તથા ત્યાં આવેલ પ્રખ્યાત મ્યુઝિયમની પણ મુલાકાત કરેલ હતી, ત્યાં હસ્તકલાના અલગ અલગ નમુના બનતા જોયેલ અને લેઝર શો પણ માણેલ હતો….


