જીનપરા જકાતનાકા પાસે થયેલ ઝઘડાની જેતપરડાના બાબુભાઇ અને નવાપરાના હુસેનભાઈની સામસામી ફરિયાદ થઇ
વાંકાનેરના જીનપરા ચોકમાં પેસેન્જર ભરવા મામલે ઇક્કો ચાલકો વચ્ચે માથાકૂટ થતાં પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી.



બનાવ અંગે ફરિયાદી બાબુભાઇ મોનાભાઇ સરૈયા (ઉ.વ.22) (રહે.જેતપરડા,વાંકાનેર) એ આરોપી તરીકે હુસેન મહમદ પીપરવાડિયા અને ફૈઝલનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે ઇક્કો કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે હાઇવે રોડ ઉપર હતો ત્યારે બપોરના તેની ઇકો ગાડીના ડ્રાઇવર કરણ જયેશ બદ્રકીયાને હુશેનભાઇ મહમદભાઇ પીપરવાડીયા કરણને ગાળો દઇ મારમારી કરતો હતો અને હુશેન તેની પર છરીથી હુમલો કરવા જતાં તેને હાથ વચ્ચે રાખી દેતાં તેના હાથમાં ઇજા પહોંચી હતી. દરિમયાન હુશેનનો પુત્ર ફૈઝલ પણ આવી ગયેલ અને ગાળો આપવા લાગેલ હતો.

વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ઇકકોમાં પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થઈ હતી. જ્યારે સામાપક્ષે ફરિયાદી હુસેનભાઇ મહમદભાઇ પીપરવાડીયા (ઉ.વ.50) (રહે. વાંકાનેર નવાપરા શેરીનં -13) એ જણાવ્યું હતું કે, પોતે ઇક્કો કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે જીનપરા જકાતનાકા પાસે બપોરના ઇકો ગાડીમાં પાછળના ભાગે બેઠેલ હતો.

ત્યારે ઘસી આવેલા બાબુભાઇ ભરવાડ તથા કરણભાઇ પ્રજાપતી કોઇ પણ કારણ વગર ગાળો દઇ ગળચી પકડી લીધેલ અને ઢીકાપાટુનો માર મારેલ હતો અને ત્યા2 બાદ બીજા ત્રણ શખસો આવેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ તેમજ બાબુએ છાતીમાં કડું મારી દીધું હતું. જે બાદ અન્ય રિક્ષાવાળાએ સારવારમાં પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, હુમલાખોરોએ પેસેન્જર ભરવા મામલે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.