વાંકાનેર: ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનાં સંવર્ધન માટે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાયેલ હતી. રાજયભરની 11 યુનિ.માંથી 15000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓમાંથી 33 ફાઈનલ લીસ્ટ નકકી કરવામાં આવ્યા હતા. તેમની અંતીમ તબકકાની સ્પર્ધા અને ઈનામ વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગર ખાતે યોજાઈ ગયો…
આ સ્પર્ધામાં વાંકાનેર નિવાસી, વિરાણી સાયન્સ કોલેજની વિદ્યાર્થીની નિર્જરા જતીનભાઈ રાવલે સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતા પોતાનું વકતવ્ય આપ્યું હતું. નિર્જરાને સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતની ટ્રોફી, રૂા.11000 પુરસ્કાર એનાયત થયો. આ સાથે 33 શ્રેષ્ઠ વકતાઓને વિધાનસભાનાં ચાલુ સત્રની ખાસ મુલાકાત તથા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને તેમની સાથે ખાસ સંવાદ અને ડીનરનું બહુમાન મળ્યું હતું…