વાંકાનેર: સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રમગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત મુખ્ય કોચ SAG ની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના રમતોત્સવ જે શનિવારે તારીખ 17-08.2024 ના રોજ હળવદ મુકામે યોજાયો હતો; તેમાં વાંકાનેર તાલુકાના સિંધાવાદરની સરકારી ગ્રાન્ડેટ એસ.એમ.પી. હાઈસ્કૂલની બે વિદ્યાર્થિનીઓ અલગ અલગ વય જૂથમાં ભાગ લઇ વિજેતા થતા વાંકાનેર તાલુકા અને એસ.એમ.પી. હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે.
ઘિયાવડ નિવાસી ચૌહાણ આકાશી અરવિંદભાઈએ અંડર 17 વય જૂથમા 36 કીલો વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો હતો અને વાઘેલા બંસી રસીકભાઇએ અંડર 14 વય જૂથના 36 કીલો વિભાગમાં દ્વિતિય નંબર મેળવ્યો હતો. પ્રથમ નંબર મેળવનાર ચૌહાણ આકાશી હવે આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ બંને વિદ્યાર્થીનીઓને વિજેતા થવા બદલ શાળાના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળ, શાળાના આચાર્ય શ્રી બાદીસાહેબ, શાળા સ્ટાફ ગણ, વાંકાનેર રમતગમત કન્વીનરશ્રી ઇબ્રાહિમ ખોરજીયા સાહેબ, પટૌડી સાહેબ તેમજ શ્રી ઘીયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય વીરેન્દ્રસિંહ પરમાર અને નમ્રતાબા પરમારે શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં પણ શાળા અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.