કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

જેલ બદલી માટે લઈ જવાતો કેદી નાસી છૂટ્યો

ટંકારા નજીક ગાડી ગરમ થઇ જતા રોકાયેલ

ટંકારા: જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જતા રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક ખજુરા હોટલમાં પાર્કિંગમા રોકેલ તે દરમ્યાન ટોઈલેટ જવાનુ કહી એ.એસ.આઇ. નો હાથ છોડાવી આરોપી નાસી જતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે…

મળતી માહિતી મુજબ જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિશંકર સરદારસિંહ ડામોરે આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વંથલી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૩૦૩(૨) નો આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા નામનો કાચા કામના આરોપીને ફરીયાદી તથા સાહેદો સરકારી વાહન સાથે જેલ બદલી માટે

મોરબી જેલ ખાતે લઈ જતા હતા તે દરમ્યાન મિતાણા ગામથી આગળ જતા હાઈવે ઉપર અચાનક અમારી ગાડી ગરમ થઈ જતા ગાડી ખજુરા રિસોર્ટ્ના પાર્કિંગમાં રોકેલ તે દરમિયાન આરોપીએ ટોઇલેટ જવાનુ જણાવતા નજીકના ખજુરા રિસોર્ટ્ના ટોઈલેટમા લઈ ગયેલ જ્યાથી બહાર નિકળતા હતા તેવામા આ આરોપી અચાનક એ.એસ.આઈ. જયેશભાઈનો હાથ છોડાવી ટોઈલેટમાંથી બહાર નિકળી ગીરફ્તારીનો ઇરાદા પુર્વક સામનો કરી હથકડી સહીત બાજુની દિવાલ ઠેકી નાશી-ભાગી ગયો હતો જેથી આ ફરીયાદ આધારે ટંકારા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!