અને માસિક 50,000 રૂપિયા ભાડું આપવાની કિસાન સંઘર્ષ સમિતિની માંગ
વાંકાનેર: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનોને પાથરવા માટે જે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે ખેડૂતોને એક વીજ પોલ દીઠ બે કરોડ રૂપિયા આપવામાં આવે, માસિક 50,000 રૂપિયા ભાડું આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે.
મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલીયા, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ સહિતના અગ્રણીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં 
પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર હાલમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા સોલાર વીજ લાઈન તથા વિન્ડ વિજલાઇન પાથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
જેથી ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૂપે એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે તથા તેઓને માસિક 50,000 રૂપિયા જેટલું ભાડું આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા જે પરિપત્રો કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લેવાના બદલે 
તેને અવગણીને ખેડૂતોને જે મામુલી વળતર ચૂકવવામાં આવે છે. તેના બદલે ખેડૂતોને રાજસ્થાન સરકારે જે રીતે બજાર કિંમત કરતા ચાર ગણું વળતર ચૂકવવા માટેનો પરિપત્ર કર્યો છે આવી જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવામાં આવે તે સહિતની વિવિધ માંગણીઓ કરાઇ છે….