કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા માટે કાર્યવાહી

સૂઓમોટો કરવા તમામ કલેકટરોને સરકારનો પરિપત્ર

ગાંધીનગર: રાજયના અધીક મુખ્ય સચિવે રાજયભરના કલેકટરોને નવી શરત-જુની શરત જમીન અંગે ૭ થી ૮ દિવસ પહેલા એક અત્યંત મહત્વનો પરીપત્ર પાઠવતા આ પરિપત્રથી ભારે હલચલ મચી ગઇ છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજયભરમાં નવી રાહતમાંથી જુની શરતમાં ફેરવવા માટે અથવા તો ફેરવી દેવા માટે સુઓમોટો કરી ખાસ ૧ લી સપ્ટેમ્બરથી કાર્યવાહી શરૃ કરી દેવા અંગે રાજયના અધીક મુખ્ય સચિવે એક ખાસ પરીપત્ર દ્વારા આદેશો કરતા રાજ્યનું કલેકટર તંત્ર ધંધે લાગી ગયું છે.


સુત્રોના કહ્યા મુજબ કલેકટરની સુચના બાદ દરેક પ્રાંત દ્વારા હાલ તલાટીઓ મારફત ખરાઇ કરવાનું શરૃ કરાયું છે, એટલું જ નહીં, ૧પ વર્ષ કે તેથી જુની જમીન અંગે હાલ નિર્ણય લેવાય તેવી શકયતા રહેલી છે.

અત્રે એ નોંધનીય છે કે સરકારના આ પરિપત્રથી ખેડૂતોને જબરો ફાયદો થશે, જો કે, અનેક ગામો એવા છે કે માપી કે અન્ય કોઇ રેવન્યુ રેકર્ડ આ નવી શરતો અંગે નથી, આ ખાતેદારો અંગે કલેકટર કેવો નિર્ણય લેશે તે પણ પ્રશ્નાર્થ છે,

બીજુ એ કે ૧૯૮૬ પછી સાંથણી જ નથી થઇ, કે આવી કોઇ જમીન અપાઇ નથી, આ મુદો પણ ખાસ ઝુંબેશમાં આવરી લેવાવાની શકયતા વર્તુળો દાખવી રહ્યા છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!