વાંકાનેર: શહેરમાં ભારે વાહનોની અવર-જ્વર પર પ્રતિબંધ હોવા છતા નિકળતા એક વાહનચાલક દંડાયો છે…
જાણવા મળ્યા મુજબ મેરાભાઈ મંગાભાઈ રબારી (ઉ.વ.20) ગામ, અદેસર, તા. રાપર, જી. કચ્છ વાળો વાંકાનેર વિવેકાનંદ સ્ટેચ્યુ થી શહેરમાં પોતાની આઇસર કંપનીનુ ૨૧૧૦ ગાડી જેના રજી.નંબર-GJ-36-X-5014 વાળી અંદર આવવાનો પ્રતિબંધ હોવા છતા નિકળતા મળી આવતા જીલ્લા મે. જી. શ્રી મોરબીના જાહેરનામા નં.-ક્રમાંક-નં-જે/એમ.એ.જી-૨/ભારે વાહન/જાહેરનામુ/૧૭૦૭/૨૦૨૪ તા-૧૯/૦૭/૨૦૨૪ થી બહાર પાડેલ જે જાહેરનામાનો ભંગ કરતા બી.એન.એસ ક.૨૨૩ મુજબ ગુન્હો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. મુકેશભાઇ વિશાભાઇ ફાંગલીયાએ કાયદેસર કાર્યવાહી કરી છે.