અરણીટીંબા, મીલપ્લોટ અને નવાપરામાં પોલીસ દરોડા
મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે.ત્યારે તાજેતરમાં જાહેરનામાનો ભંગ કરતા 1 શખ્સ ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આરોપી ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી મીલપ્લોટ ચોક ઉપર પોતાના કબ્જામાં એક સ્ટેઈનલેસ સ્ટીલની છરી રાખી મળી આવ્યો હતો.
વાંકાનેરમાં ૧૯ વર્ષીય આરોપી ધર્મેશ ઉર્ફે રૂત્વિકભાઈ કાંતીલાલ સાતોલા અરણીટીંબા ગામથી પીપળીયા રાજ જવાના કાચા રસ્તે સંપની બાજુમા આવેલ અવેડા પાસે મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી રૂપિયા ૧૦૦નો ૫ લિટર દારૂ અને રૂપિયા ૧૦ હજારની કિમતના બે નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
બીજા બનાવમાં આરોપી મનોજભાઇ બાબુભાઇ કેરવાડીયા વાંકાનેરમાં નવાપરા મચ્છુ નદીના પટ્ટમા રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.