કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પ્રતિબંધિત ચાયનીઝ ફીરકા મળી આવતા કાર્યવાહી

વાંકાનેર: નવાપરામાં એક ઈસમ પાસેથી પ્રતિબંધિત ચાયનીઝ ફીરકા નંગ 13 મળી આવતા વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


બનાવની વિગત મુજબ જીલ્લા મેજી. સાહેબ મોરબીએ મકરસંક્રાતી તહેવાર અનુસંધાને સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના તા.૦૮/૧૨/૨૦૨૩ ના પત્ર ક્રમાક વિ.૨/ડી.એસ.એમ/૧૩૨૦૧૫/હા.કો.૦૨ (પા.ફા.) અનુસાર ઉતરાયણ/અન્ય તહેવારો વખતે ચાઈનીજ લોંન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીને ઉપયોગ કરવા પર પ્રતીબંધ ફરમાવેલ છે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકારશ્રી તથા જીલ્લા મેજી. શ્રી મોરબી દ્વારા ક્રમાક નં.જે/એમએજી/મકરસંક્રાતી/જા.નામુ/૧૪૧૨/૨૦૨૩ તા.૧૯/૧૨/૨૦૨૩૨૦૨૩થી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ છે….

પોલીસખાતાના સ્ટાફે વાંકાનેર નવાપરાના નાકા પાસે નવાપરા ખડીપરાના અનીલભાઈ રમેશભાઈ મકવાણા જાતે-કોળી (ઉ.વ.૨૧) પાસે પ્લાસ્ટીકનો કોથળો જોતા તેમા ચાઈનીઝ દોરીના ફિરકા નંગ-૧૩ મળી આવેલ. ફીરકા ઉપર અંગ્રેજીમા MONO SKY લખેલ ફીરકાની કિ.રૂ.૬૫૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરેલ હતી, અને આઈ.પી.સી.કલમ ૧૮૮ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૧, ૧૧૭ મુજબનો ગુન્હો નોંધી અટક કરેલ હતી. આ કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર કે.કે. ચાનિયા , પો.હેડ.કોન્સ યશપાલસિંહ ભવાનસિંહ, પો.કોન્સ દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડા જોડાયા હતા.

પોલીસ સ્ટેશનેથી….
માટેલ રોડ બોન્ઝા સિરામિકમાં રહેતા મૂળ એમ.પી.ના મહેન્દ્રસિંઘ રામપ્રસાદ બલાઈ પાસેથી 48 કોથળી દેશી દારૂ મળી આવ્યો. પલાન્સના લાલજી મયાભાઈ ગમારા પાસેથી લોખંડનો પાઇપ મળી આવતા હથિયારધારા જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ (1) લુણસરીયાના લાખાભાઇ તેજાભાઈ ટોટા (2) લીંબાળાના જગદીશ ગિરધરભાઈ સતરોતીયા (3) મોટા માત્રા (વિંછીયા)ના કિરણ અનકભાઈ ધાંધલ અને (4) પલાંસડીના સવજી નારણભાઇ પીપળીયા સામે કાર્યવાહી….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!