કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હથિયારબંધી-ચાર લોકોને ભેગા થવા ઉપર જાહેરનામું

ઓળનો શખ્સ દારૂ સાથે પકડાયો
રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનો પાસેથી અંધારામાં આંટા મારતો પકડાયો

વાંકાનેર: મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 30/9/24 સુધી હથિયારબંધી ફરમાવેલ છે…

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી કરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઈ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા કેલાવો કરવા પર પ્રતિબંધ કરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે…
ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 30/9/24 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઈ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ કરમાવેલ છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે…

ઓળનો શખ્સ દારૂ સાથે પકડાયો: (1) વીરમભાઈ ભુરાભાઈ પરાળીયા (ઉ.વ.20) ઓળ, હળદરધાર વાળી શેરી મેલડીમાંના મંદીર પાસે અને (2) મહીપતભાઈ કોળી ડુંગરપુર, તા: હળવદ વાળા સામે આરોપી નં.(૧) વાળો પોતાના હવાલાવાળા હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં.GJ-09-DJ-9613 કી.રૂ.૩૦,૦૦૦/- વાળાની ટાંકી ઉપર ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટિકના બાચકામાં આશરે પાંચ લીટરની ક્ષમતાવાળા દેશી દારૂ ભરેલ બુંગીયા નંગ-૦૮ લીટર-૪૦ કિંમત રૂ. ૮૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતો કુલ કિંમત રૂ.૩૦.૮૦૦/- ના મુદ્દામાલ સાથે નીકળી આવી તથા દેશી દારૂનો જથ્થો આરોપી નં.(૨) પાસેથી મેળવેલ હોવાનું જણાવતા રેઇડ દરમ્યાન આરોપી નં. (૧) પકડાઇ જઇ તથા આરોપી નં.(૨) હાજર નહી મળી આવી બન્ને આરોપીઓએ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો પ્રોહી.એક્ટ કલમ ૬૫(ઇ),૯૮, ૮૧ મુજબ નોંધાયો છે..
રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનો પાસેથી અંધારામાં આંટા મારતો પકડાયો: વાંકાનેર દાતારપીર દરગાહ પાસે ગાયત્રી મંદીર રહેતો કમલેશભાઈ બટુકભાઇ રાઠોડ (ઉ.વ.18) આરોપી રાત્રીના અંધારામા રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઈ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!