કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીપળીયારાજમાં જસ્ને ખતમે બુખારીનો કાર્યક્રમ

દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને પુરસ્કાર અર્પણ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમમાં દિન- દુનિયાવીની ઉર્દુ અરબી અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન આપતી સંસ્થા છે, જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જસ્ને ખતમે બુખારીઓનો રુહ પ્રોગ્રામ અંતર્ગત 15 તેજસ્વી વિદ્યાર્થીઓને કુરાને હાફિઝ તેમજ આલીમો કારીની પદવી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને સન્માન સાથે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં સુન્ની મુસ્લીમ ગૌષે સમદાની દારૂલ ઉલૂમ ટ્રસ્ટના સભ્ય દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી…

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રભરના વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના વાલીઓ અગ્રણીઓ આગેવાનો આલીમોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી આ કાર્યક્રમમાં અંગ્રેજી, ઉર્દુ, અરબી શિક્ષણ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં 15 વિદ્યાર્થીઓએ કુરાને હાફિઝ કારી મૌલાનાની પદવી મેળવી છે ત્યારે ગૌષે સમદાની દારૂલ ઉલૂમ પીપળીયા રાજ ખાતેના પ્રમુખ હાજી અહેમદભાઈ ચૌધરી તેમજ મૌલાના અમીન અકબરી સાહેબની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો….


આ કાર્યક્રમ દરમિયાન સભ્યો સર્વે ઉપસ્થિત રહેલા મહેમાનોનું આવકાર સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું, ત્યારબાદ આવનાર સમયમાં પદવી માટેનો એક કાર્યક્રમ થોડા સમયમાં ફરી યોજવામાં આવશે તેમ જાહેરાત ગૌષે સમદાની દારૂલ ઉલૂમ સંસ્થા દ્વારા કરી હતી….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!