વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને આમંત્રણ
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે શનિવારના તા: 27/1/2024 ના રાત્રે ઈશાની નમાઝ બાદ રસુલભાઈ ખોરજીયા (99656 78692)ના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે યોજાનાર મહેફિલ-એ-નાતના પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ ખાસ ઉપસ્થિત રહેશે, જેમને આવકારવા તથા મહેફિલે નાતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાંકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
આ કાર્યક્રમમાં ઇમ્તિયાઝ ખાન પઠાણ (રોનકે સ્ટેજ)ની સાથે હિન્દુસ્તાનના મશહૂર નાંત ખ્વા સલમાન રઝા અશરફી(મુંબઈ) પણ હાજરી આપશે. તેમજ મદાહે બૈરૂલ અનામ હાફીઝ સૈયદ અબ્દુલ કાદરી બાપુ, શાઇરે ઇસ્લામ હઝરત ઝીશાન બરકાતી સાહેબ, બુલબુલે મુસ્તજાબ જનાબ મોઇનુદ્દીન, બુલબુલે બાગે મદીના જનાબ ઇસ્તિયાક ખાન મીરાંની દ્વારા અઝીમો-શાન મહેફિલ-એ-નાતની મહેફીલ સજાવવામાં આવશે, જેથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રક મૌલાના શોએબ ખોરજીયા (સંજર પરફ્યુમ) તથા આયોજક રસુલભાઈ જલાલભાઈ ખોરજીયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…