હાફિઝ કુરાન થયેલા કુલ 6 વિદ્યાર્થીઓ સન્માનિત
વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ખાતે આવેલ સ્વરાજ ડેરી આયોજિત આ કાર્યક્રમમાં મદરેશા કેમ્પસનો સંપૂર્ણ સ્ટાફ, મદરેશા તથા સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર હતા, તેમજ દારૂલ ઉલુમ ગૌશે સમદાનીના નાજીમે આલા મૌલાના મોહમ્મદ આમીન અકબરી સાહેબ, સૈયદ ફારૂક બાપુ, સામાજિક અને રાજકિય આગેવાન યુસુફભાઈ શેરસિયા, ઝહીર અબ્બાસ શેરસિયા, યુશુફભાઈ ઝુનેજા રાજકોટ, નેશનલ ટ્રાંસ્પોર્ટ મોરબીથી મુસ્તુફા હાજી સાહેબ, પીપળીયા જમાત અને ગામના પેશ ઇમામગણ, મૌલાના ઇસ્માઇલ અકબરી, હુસેનભાઈ સહયોગ, ઉપરાંત અંદાજે 1400 જેટલા ભાઈઓ બહેનોએ આ શાનદાર કાર્યક્રમમાં હાજરી આપી હતી



પ્રસંગને અનુરૂપ કુરાન ખવાની, નાત શરીફ, મૌલાના અમીન અકબરી સાહેબની શાનદાર તકરીર- જે ઇલ્મ અને કુરાન વિષય ઉપર હતી. આ ઉપરાંત હાફિઝ કુરાન થયેલા કુલ 6 વિદ્યાર્થીઓને ખેતી ડોટ કોમ, વાંકાનેર દ્વારા સન્માન પત્ર, અને અન્ય મહેમાન દ્વારા તેમજ સ્વરાજ ડેરી તરફથી મોમેન્ટો અને સાલ ઓઢાળીને સન્માનિત કર્યા હતા અને કાર્યક્રમના અંતે સલામ પઢીને સૌ સાથે જમ્યા હતા, જમણવારનો બધો ખર્ચો સ્વરાજ ડેરી તરફથી આપેલો હતો, જે ગૌરવની બાબત છે; એમ સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાન શેરસિયાની એક યાદી જણાવે છે…
હાફિઝ કુરાન થયેલા કુલ 6 વિદ્યાર્થીઓને અલ્લાહ પાક તંદુરસ્તી બખ્શે અને દિને ઇસ્લામની વધુમાં વધુ ખિદમત કરે (આમીન)





